વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર અશ્વમેધ હોટલ નજીકથી GJ-03-BK-6047 નંબરનું બાઈક લઇ રમેશભાઈ મોતીભાઇ ઝાલા રહે.સુરેન્દ્રનગરવાળા પસાર થઇ રહેલ હોય તે દરમિયાન GJ-13-W-0609 નંબરના આઈસર ચાલકે આઈસર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી રમેશભાઇના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રમેશભાઇ મોતીભાઇ ઝાલાને મોઢાના ભાગે ડાબા પગના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હકાભાઇ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

