મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ ધામ ખાતે ગત તા.-02/03/2025 રવિવાર ફાગણ સુદ 3ના રોજ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત સવારે પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, એ.સી., જનરેટર, લીફ્ટની સુવિધાઓથી સુસજ્જ માતુ શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલનું લોકાર્પણ, જલારામ ધામના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સ્વ.રસિકલાલ અનડકટ(સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવન નું લોકાર્પણ, મહાઆરતી,મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા. માતુ શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કીરણભાઈ એ.દોશી, હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવારના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ હતું. તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવાર ના વરદ્ હસ્તે યોજાયું હતું.
આ તકે પ.પૂ.મહંત શ્રી ભાવેશ્વરી માતાજી(રામધન આશ્રમ), આપા ઝાલાની જગ્યા-મેસરીયા ના મહંત પ.પૂ. કોઠારી મગ્નિરામબાપુ, જાજાસર નકલંક ધામના મહંત પ.પૂ. નાગરાજ બાપુ, એ.સી. હોલ ના મુખ્ય સહયોગી હિરેન્દ્રભાઈ દોશી, લીફ્ટના સહયોગી દીલુભા ભાઈ જાડેજા (જયદીપ એન્ડ કું-વવાણીયા વાળા), જનરેટરના સહયોગી ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), રૂમના સહયોગી કીર્તિભાઈ રવાણી, કેયુરભાઈ રસિકલાલ અનડકટ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નિર્મલભાઈ જારીયા, પંકજભાઈ કોટક, પંકજભાઈ કાલરીયા, કીશોરભાઈ ચીખલીયા, નૈમિષભાઈ પંડિત, કીશોરભાઈ કોટેચા (કેશોદ), ધર્મેન્દ્રભાઈ કાનાબાર, પ્રતાપભાઈ ચગ, ઉપેન્દ્રભાઈ કાથરાણી, રવિભાઈ કોટેચા, નિતીનભાઈ પોપટ, હસુભાઈ પુજારા, નરેન્દ્રભાઈ પુજારા, વિનુભાઈ કાથરાણી, અનીલભાઈ મીરાણી, હરીશભાઈ હાલાણી, બાદલભાઈ હાલાણી, દેવેન્દ્રભાઈ હીરાણી, અશ્વીનભાઈ કારીયા, ઘનશ્યામભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, પુષ્પરાજસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા, લખનભાઈ કક્કડ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનોની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવામાં આવે છે. ત્યારે જલારામ ધામ-મોરબી ખાતે 4000 સ્કેવર ફુટમાં એ.સી., લીફ્ટ, જનરેટરની સુવિધાઓ થી સુસજ્જ માતુ શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન નુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવ ના દીવસે યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, જલારામ ધામ-મોરબી, જલારામ સેવા મંડળ-મોરબી, જલારામ ધામ મહિલા મંડળ-મોરબીના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

