મોરબીના જેતપર ગામે વણકર વાસમાં રહેતા મયુર ધનજીભાઈ પરમાર નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

