HomeGujaratહળવદમાં જાહેરમાં છરી લઇ સોશ્યલ મીડિયામાં સીન સપાટા નાખતા બે શખ્સોને પોલીસે...

હળવદમાં જાહેરમાં છરી લઇ સોશ્યલ મીડિયામાં સીન સપાટા નાખતા બે શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યો

સોશ્યલ મીડિયાના વધી રહેલા વપરાશ વચ્ચે આજના સગીરવયના બાળકોથી લઇ યુવાનો જાણે આ માધ્યમ ગુંડાગીરીને લુખ્ખાગીરીનું માધ્યમ બનાવી લીધું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે અવાર નવાર કેટલાય સગીર અને યુવાનો દ્વારા બાઈક પર સ્ટંટ કરવા, તલવારથી જાહેર માર્ગો પર કેક કટિંગ કરવા અથવા છરી તલવાર જેવા હથીયાર ઉલાળતા વિડીયો બનાવી પોતાની જાતને રોબીન હુડ સાબિત કરવા મથી રહ્યા હોય તેમ લાગે છે સોશ્યલ મીડિયાના આ અતિરેક વચ્ચે હળવદમાં સોશ્યલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં શહેરના સામંતસર તળાવ નજીક આવેલ બગીચામાં કેટલાક ઈસમોનો છરી સાથે પોતાનો વિડીયો ઉતારી ઉતારેલ વિડીયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમોની ઓળખ મેળવી જીતેશ મનોજભાઈ રાઠોડ અને કરણ બળદેવભાઇ સડાલીયા નામના શખ્સોને છરી સાથે પકડી પાડી બને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW