HomeGujaratમોરબી મહાનગરપાલિકાએ વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.54,000 થી વધુનો દંડ વસુલ્યો

મોરબી મહાનગરપાલિકાએ વિવિધ નિયમોના ભંગ બદલ રૂ.54,000 થી વધુનો દંડ વસુલ્યો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં ગત તારીખ: 18/02/2025 થી તારીખ: 25/02/2025 દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ રૂ. 54,000 થી વધુ રકમના દંડ વસુલાતની કામગીરી કરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કુલ 53 આસામીઓ પાસેથી રૂ. 32,000નો દંડ વસુલ કરવામાં આવેલ તથા જાહેર સ્થળો પર ગંદકી કરતા 68 આસામીઓ પાસેથી રૂ. 18,800નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ 11 આસામીઓ પાસેથી રૂ. 1250 તેમજ જાહેરમાં કચરો સળગાવતા 10 આસામીઓ પાસેથી રૂ. 3500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ સીટી મેનેજર, એસ.ડબલ્યુ.એમ., મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW