ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10-12 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના 22844 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા મોરબી જિલ્લાના કુલ 10 કેન્દ્ર જેમાં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર (મચ્છુ), સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા અને પીપળીયા રાજમાં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પ્રશ્ન પત્ર હતું જેમાં ગુજરાતી માધ્યમ માટે 12,483 છાત્રો અંગ્રેજી માધ્યમમાં 398 અને સાહિત્યમાં 21 છાત્રો મળી કુલ ૧૨૯૦૨ છાત્રો નોધાયા હતા જે પૈકી ગુજરાતી ભાષાના 12 268 અંગ્રેજી માધ્યમના 397 જયારે સાહિત્ય મળી કુલ 12,686 છાત્રો હાજર રહ્યા હતા
જયારે ગુજરાતી માધ્યમમાં 215 છાત્ર અને અંગ્રજી માધ્યમમાં 1 છાત્ર ગેર હાજર રહ્યા હતા
બપોર બાદ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1776 છાત્રો નોધાયા હતા જેમથી 1769 છાત્રો એ પરીક્ષા આપી હતી જયારે 7 છાત્ર ગેર હાજર રહ્યા હતા તો ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6871 છાત્ર નોધાયા હતા જેમાંથી 6845 છાત્ર હાજર જયારે 25 છાત્ર ગેર હાજર રહ્યા હતા

