હળવદના કુષ્ણનગરમાં રહેતા રણછોડભાઇ ઓધવજીભાઇ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં આરોપી પંકજ ચમનભાઇ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરૂ પ્રેમજીભાઇ દલવાડી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, સાહેદ દયારામભાઇ અને તેના દિકરાઓ આરોપી પંકજ ગોઠીના મોટા ભાઇ ધર્મેન્દ્રભાઇ વિરુધ્ધમાં ફરીયાદ કરવી છે તેવી સાહેદ દયારામભાઇ તેઓના રહેણાંક કૃષ્ણનગરપરા વિસ્તારમાં વાત કરતા હોય જે બાબતે આરોપી ને નહી ગમતા ગત તા.-24ના રોજ હળવદ મોરબી દરવાજા,પટેલ વાડી પાસે આવેલ ભગવતી પાન નામની દુકાન પાસે ફરિયાદી ત્યાં હોય તે દરમિયાન આરોપી પંકજભાઇ તથા તેનો મિત્ર મેહુલભાઇ ઉર્ફે મેરૂભાઇ દલવાડી બન્ને ત્યાં આવી સાહેદ દયારામભાઇને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

