HomeGujaratવાંકાનેરમાં બે મિત્રો વચ્ચે નજીવા બાબતે ઝઘડો થતા મિત્રએ મિત્રને છરી ઝીકી

વાંકાનેરમાં બે મિત્રો વચ્ચે નજીવા બાબતે ઝઘડો થતા મિત્રએ મિત્રને છરી ઝીકી

વાંકાનેરના વૃંદાવન પાર્કમાં રહેતા જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ આરોપી કરણ લોધા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.18ના રોજ ફરિયાદી તેમના મિત્ર કિશન અને આરોપી કરણ હસુભાઈ લોધા સાથે આરોગ્યનગરમાં એક પ્રસંગમાં જમવા ગયા હતા. આ સમયે આરોપી કરણ લોધા અને ફરિયાદી જયપાલસિંહ બન્ને વચ્ચે નજીવા બાબતે બોલાચાલી થતા કિશન વચ્ચે પડતા ઝઘડો શાંત થયો હતો. બાદમાં ફરિયાદી જયપાલસિંહ કિશનના ઘેર બેસવા જતા ત્યાં આરોપી કરણે ફરી ઝઘડો કરી તેની પાસે રહેલ છરી વડે જયપાલસિંહને છાતીમાં એક ઘા માર્યો હતો, જે બાદ ઇજાગ્રસ્ત જયપાલસિંહને પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડી ગયા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW