મોરબીના મુનનગર ચોકમાં આવેલ વૃષભ સોસાયટીના ઉમા ટાવરમાં રહેતા ઉર્મીલાબેન નીતીનભાઇ અઘારા નામના મહિલાએ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. જે બાદ ગઈકાલના રોજ મહિલાએ બીમારી કંટાળી પોતાના રહેણાંક ફ્લેટના પાંચમા માળના ધાબા પરથી નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સીટી એ-ડીવીઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

