HomeGujaratગોંડલના સહજાનંદ નગરમાં રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થતાં 3 લોકો...

ગોંડલના સહજાનંદ નગરમાં રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થતાં 3 લોકો કાટમાળમાં દટાયાં

ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં દબાઈ ગયાં. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે JCB મશીનની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. આ ઘટનામાં સુનિલભાઈ વરધાણી અને તેમના પત્ની ઉષાબેન વરધાણી હજુ કટમાંળમાં દબાયેલ છે. તેમના માતા મિતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના સમાચાર મળતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા. તેમજ હજુ કટમાંળમાં દબાયેલ બે વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW