રાજ્યની વિવિધ નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અલગ અલગ ચૂંટણીઓ યોજાઈ હતી આ ચૂંટણીમાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો પણ સમાવેશ થયો હતો જેમાં સાત વોર્ડની 28 બેઠકો માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું જ્યારે આજે તેની મતગણતરી થતા કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 28 સભ્યમાંથી માત્ર એક સભ્ય જ જીતી શક્યા હતા જ્યારે 27 ઉમેદવારો ને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ખુદ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ દવે પણ પોતાની શીટ બચાવી શક્યા ન હતા. જેને પગલે તેઓ દ્વારા પરિણામ આવ્યા ના ગણતરીની કલાકોમાં જ હારની જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું શહેર કોંગ્રેસ પ્રમુખની સાથે સાથે તાલુકા પ્રમુખ ડોક્ટર કે એમ રાણાએ પણ જાહેરની જવાબદારી સ્વીકારી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને આ રાજીનામું તેઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ને મોકલી આપ્યું છે જોકે તેઓનું રાજીનામું સ્વીકારવામાં આવે છે કે કેમ તે આવનારો સમયે જણાવશે