અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષ ભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 15/02/2025 યુનિક સ્કૂલ ઉમા ટાઉનશિપ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને અલગ અલગ પ્રકારના વ્યસનથી આરોગ્ય પર થતી ગંભીર અસર વિશે સમજણ આપી હતી આ ઉપરાંત આજના સમયમાં મોબાઈલ ગેમિંગનું પણ ચલણ વધી રહ્યું છે, ત્યારે આ ગેમિંગ થતી ગંભીર અસર વિશે પણ સમજણ આપી હતી કાર્યક્રમ બાદ મોટાભાગના બાળકોએ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના વ્યસનથી દુર રહેવાના શપથ લીધા હતા તેમજ એક બાળક ઓનલાઈન ગેમ રમવાનો આદિ હોય તે બાળકે પણ ગેમિંગ ન રમવાની પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલ ભાઈ વીઠલાપરા, ગડારા પાર્થ ભાઈ, ગડારા વાત્સલ્ય ભાઈ ઉપરાંત શાળાના આચાર્ય શિક્ષકો અને તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.