Tuesday, March 18, 2025
HomeGujaratહળવદના નવાં દેવળીયા પંચાયતમાં ઉચા અવાજે ન બોલાવાનું કહેતા બે આરોપીઓએ સરપંચને...

હળવદના નવાં દેવળીયા પંચાયતમાં ઉચા અવાજે ન બોલાવાનું કહેતા બે આરોપીઓએ સરપંચને માર માર્યો

હળવદના નવા દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારા ગ્રામ પંચાયતમાં હાજર હતા. તે દરમિયાન આરોપી સુરપાલસિંહ તેજુભા પરમાર અને એક અજાણ્યો માણસ કોઈ કામ માટે આવ્યા હતા. તે સમયે આરોપીઓએ તલાટી કમમંત્રી વિજયસિંહ ઝાલા સાથે ઉગ્ર ભાષામાં જોરજોરથી બોલતા હોય જેથી ઈશ્વરભાઈએ આરોપીઓને શાંતીથી વાત કરવા જણાવતા આરોપીઓને સારૂ નહિ લાગતા સરપંચ ઈશ્વર ભાઈને ફરીયાદીને ગાળો આપી તેઓની સાથે ઝપાઝપી કરી ઢીક્કા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સરપંચે આરોપી સુરપાલસિંહ અને અન્ય એક શખ્સ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,222FollowersFollow
2,630SubscribersSubscribe

TRENDING NOW