મહેસાણા જિલ્લાના ઊંઝા માંથી દ્વારકા તરફ જઈ રહેલી યાત્રાળુ સંઘની ખાનગી બસને મોરબીના આમરણ નજીક અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે આમરણ ખાનગી બસ ના ચાલે કે કોઈ કારણોસર બસ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી આ બનાવમાં ૧૨ થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા મોરબી 108 ની ટીમ તેમજ નેશનલ હાઇવે ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક મુસાફરને ગંભીર ઈચ્છા પહોંચતા રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા