મોરબી જિલ્લા માં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો લોકોની ગરમી વધારી રહ્યા છે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં તસ્કર ટોળકી ત્રાટકી રહી છે અને ચોરીણ ઘટનાને અંજામ આપી રહી છે ત્યારે હવે આ ટોળકી મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ તરફ વળી હોય તેમ રાત્રીના સમયે આ વિસ્તારમાં મોડી રાત્રે ગોર ખીજડીયા, માનસર વનાડીયા અને નારણકા સહિતના ગામને જોડતા રોડ પર કેટલાક તત્વો ઉભા રહે છે અને લૂંટના ઈરાદે ત્યાંથી પસાર થતા લોકોને રોકી હેરાન કરી રહ્યા છે ત્યારે આ મુદે ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા તાલુકા પોલીસ મથકના પી આઈ ને લેખિત રજૂઆત કરી નાઈટ પેટ્રોલિંગ કરવા માંગણી કરી છે