મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મકરાણીવાસ નદીના કાંઠે રોડ ઉપરથી મળી આવતા મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનું હોવાનું જણાતા આરોપી અલીઅસગર ઓસમાણભાઇ હુશેનભાઇ શેખ નામના યુવાનને રહે.વાંકાનેર રેલ્વે સ્ટેશન પાણીના પરબપાસે ઝુપડા જી. મોરબી મુળરહે. કચ્છવાળાની અટક કરી હતી.
તે શખ્સની પૂછપરછ કરતા શખ્સે આ સિવાય પંદરેક દિવસ પહેલા સુપરમાર્કેટ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી ચોરી કરેલ હોય અને તે મોટરસાયકલ તેમના ભાઇ શાહરૂખભાઇ ઓસમાણભાઇ શેખ રહે.ટંકારા પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારમાં વાળાને આપેલ હોય જેથી આ બાબતે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

