રાજકોટ માં રહેતી અને બ્યુટી સલુન ધરાવતી મોરબીના હોમ ડેકોરના એક ધંધાર્થી જયદીપ ડાભી નામના સંપર્કમાં આવી હતી અને બાદમાં મિત્રતા વધી હતી ૨૦૨૨માં તેના જન્મ દિવસે મોરબી વાંકાનેર હાઈવે પર આવેલી ભવ્ય હોટેલમાં બોલાવી હતી અને ત્યાં કેક કટિંગ અને ઉજવણી ના કારણે મોડું થઇ જતા તેઓ હોટેલ માં રોકાયા હતા દરમિયાન આ યુવક અને તેના મિત્ર સહિતના ત્યાં હાજર હતા આ દરમિયાન જયદીપ નામની આ શખ્સે કોલ્ડ્રીંક પીવડાવી હતી જોકે બાદમાં તે બેભાન થઇ ગઈ હતી સવારે ઉઠી ત્યારે તેને અજુગતું લાગ્યું હતું જેથી આ શખ્સને આ અંગે વાત કરતા અગાઉથી તેને બદનામ કરવા કોલ્ડ્રીંકમાં બેભાન થવાની દવા પીવડાવી તેની સાથે દુષ્કર્મ કરી તેના ફોટો અને વિડીયો બનાવી બ્લેક મેઈલ કરવામાં આવ્યા હોવાના તેમજ તેની દીકરીને મારી નાખવાની ગંભીર આક્ષેપ સાથે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે જયદીપ ડાભી અમે મિતેશ ભટ્ટ વિરુદ્ધ દુષ્કર્મ અને અન્ય વિવિધ કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

