HomeGujaratમોરબીના લીલાપર ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, એકની ધરપકડ

મોરબીના લીલાપર ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, એકની ધરપકડ

મોરબીના લીલાપર ગામની સીમમાં રામપીરના મંદિર નજીક બાતમીના આધારે તાલુકા પોલિસે આરોપી સંજય દિનેશભાઈ વરાણીયા અને રણજીત નાગજીભાઈ દેગામાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરી હતી. જયાંથી 200 લીટર ગરમ આથો, 300 લીટર ઠંડો આથો, 135 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો અને ગેસના બાટલા સહિત કુલ રૂ.- 40,300નો મળેલ મુદ્દામાલ સાથે આરોપી સંજય દિનેશભાઈ વરાણીયાને પોલીસે પકડી લીધો હતો. જયારે આરોપી રણજીત નાગજીભાઈ દેગામા સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW