HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો, એક...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો, એક શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ન્યુ બાબા રામદેવ હોટેલ સામે રોડ ઉપરથી GJ-13-CA-1852 નંબરની ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે કારમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ 72 વિદેશી દારૂ બોટલો કુલ રૂ.- 48,794 અને ઇકો કાર સહીત કુલ રૂ.- 3,48,794નો મળેલ મુદામાલ સાથે આરોપી અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હીંગોરજા (ઉ.વ‌.24) રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી લઇ પુછપરછ કરતા અન્ય એક શખ્સ સંદિપભાઈ બેચરભાઈ ચાઉ રહે. સો ઓરડી મોરબીવાળાનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW