વાંકાનેરની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા ક્રીશ જાદવ કોઈ કામ ધંધો કરતા ના હોય અને ખોટા રવાડે ચડી ગયેલ હોય સમયસર ઘરે આવતા ના હોય જે બાબતે તેના પિતાજીએ ઠપકો આપ્યો હતો. જે બાદ ક્રીશને મનોમન લાગી આવતા ગત તા. 26/01/2025 ના રોજ પોતે પોતાની જાતે અમરસર બસ સ્ટેન્ડ નજીક એસીડ પી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા તેને મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.