Monday, February 17, 2025
HomeGujaratમાળિયાના વવાણીયામાં મિસ ફાયરની ઘટનામાં નવો ધડાકો, શિકાર મુદ્દે ઝઘડો થતાં...

માળિયાના વવાણીયામાં મિસ ફાયરની ઘટનામાં નવો ધડાકો, શિકાર મુદ્દે ઝઘડો થતાં હત્યા થઈ

માળિયા મિયાણા તાલુકાના વાવણીયા ગામના રણ વિસ્તારમાં રવિવારે મોડી રાતે એક ગંભીર ઘટના હતી જેમાં વસીમ ગુલમામદ પીલુડીયા નામના 38 વર્ષીય યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં મોરબી ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર પૂર્વે તેનું મોત થયુ હતું બનાવ ની જાણ થતા મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા મોરબી એલસીબી સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ પહોચી હતી અને તપાસ હાથ ધરતા યુવકને પિસ્તોલની ગોળી વાગતા તેનું મોત થયા હોવાનું સામે આવ્યું હતું

આ ઘટનામાં શરૂઆતમાં બાઈક સ્લીપ થતાં મિસ ફાયર થવાથી મોત થવાનો બચાવ કરવામાં આવી રહ્યો હતો જોકે શરૂઆત થી શંકાસ્પદ લાગતી આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે માળિયા પોલીસ મથકમાં મૃતક વસીમ ના પિતા ગુલામ હુસેન પિલુડીયા તેની સાથે શિકાર કરવા ગયેલા અસલમ ગફુર મોવર અને જાવેદ ઉર્ફે જાવલો હાજી ભઈ જે વિરૂદ્ધ તેના પુત્રની ગોળી મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.આં નોંધાયેલી ફરિયાદ મુજબ ગુલમહુસેંન ના દિકરા વસીમભાઇ તથા અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શીકાર કરવા ગયેલ હોય ત્યારે આરોપી અસલમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંધુક કાઢી લોડ કરેલ અને તેઓ શીકારની રાહમાં હતા તે વખતે શીકાર આવી જતા ફરીયાદીના દિકરા વસીમને શીકાર કરવા બાબતે આરોપી અસલમભાઇ ગફુરભાઇ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા સાથે બોલાચાલી જગડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડાએ દેશી બંધુકમાંથી ભડાકો કરી ફરીયાદીના દિકરાને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી હોવાનું જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW