દેશના આમ નાગરિકથી લઇ ખાસ નાગરિકની જીવન અસર કરતું કેન્દ્રિય બજેટ આજે સંસદમાં રજુ થઈ રહ્યું છે કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં વર્ષ 2025 -26 ના વર્ષનું આવક ખર્ચનું અંદાજ પત્ર રજુ કરી રહ્યા છે હાલ તેમાં અલગ અલગ પ્રકારની જાહેરાત થઇ રહી છે આ જાહેરાત પૈકી મહત્વની વાત કરીએ તો મધ્યમ વર્ગીય પરિવાર જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો તે ઇન્કમ ટેક્સમાં રાહતની જાહેરાત કરાઈ વાર્ષિક 12 લાખની આવક કર મુક્ત જાહેર
શિક્ષણ
-ડિજિટલ શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.
– આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75 હજાર સીટો વધારવાની જાહેરાત.
23 IIT માં 1.35 લાખ વિદ્યાર્થીઓ છે – IIT પટનાનો વિસ્તાર કરવામાં આવશે.
– દેશના 23 IIT માં 6500 બેઠકો વધારવામાં આવશે.
કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે.
AI માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂ. 500 કરોડની જાહેરાત.
પટના IITનો વિસ્તાર
આરોગ્ય
-36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.
-તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે.
-કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે.
-6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
કૃષિ
-ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત 100 જિલ્લાઓને લાભ મળશે.
– આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
– કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે.
– કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્યયોજના. ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે
– કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે
– આસામના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
-બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન.
આંદામાન, નિકોબાર અને લક્ષદ્વિપના ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે
મધ્યમ વર્ગ માટે જાહેરાતો
દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ 2028 સુધી લંબાવવામાં આવશે.
1 લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે.
ઉદ્યોગ
મેક ઈન ઈન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે.
– સ્ટાર્ટઅપ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.
MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે.
સેવા
નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની જાહેરાત

