વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે માટેલ ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં માટેલ ગામે આવેલ બાપા સીતારામની મઢુલી પાસેથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 5 બોટલો મળી આવી હતી અને કુલ રૂ.- 2,793ના મળેલ મુદામાલ સાથે આરોપી મહેશ ટીડાભાઈ ધીણોજાને પોલીસે પકડી લીધો હતો. જ્યારે રેડ દરમિયાન અજય રૂડાભાઈ જેતપરા નામના શખ્સ હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી તે બને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.