વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાંકાનેરના નવાપરામાં દરોડો પાડ્યો હતો. જ્યાં ખડીપરા રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા દિપકભાઇ નરેન્દ્રદાસ નીસાદ, સરમનભાઇ નરેન્દ્રદાસ નિસાદ, બલવાનભાઇ ઉદલસિંગ નીસાદ અને શાંતીબેન ભીમજીભાઇ રાઠોડ સહીત કુલ ચાર શખ્સો પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 5,230નો મુદામાલ પોલીસે કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

