HomeGujaratટંકારામાં શહીદોનું અપમાન ! દોઢ વર્ષ જમીન પર શહીદ વન અને સ્મારક...

ટંકારામાં શહીદોનું અપમાન ! દોઢ વર્ષ જમીન પર શહીદ વન અને સ્મારક ઉખાડી દઈ બાંધકામ શરુ કરી દેવાયું 

દેશ જેની સુરક્ષા હેઠળ સુરક્ષિત છે એ ભારતના શહીદ વીરોના સ્મારક પણ સુરક્ષિત ન હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટંકારા તાલુકા પંચાયત નજીક સરકારી જમીન અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જયા રાષ્ટ્રના શહીદ થયેલા નરબંકાઓની યાદને કાયમ જીવંત રાખવા શહીદ વન નિર્માણ કરાયુ હતું અને આ સ્થળ પર વૃક્ષારોપણ અને શહિદ સ્મારક સ્તંભ બનાવવામાં આવેલ તે સરકારી જમીન (જગ્યા) પર પગપેસારો કરી ભૂમાફિયાઓ દ્વારા હાલ કોમર્શિયલ અને રહેણાંક સોસાયટી નુ નિર્માણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યભરમાં ભૂમાફિયાઓ બેલગામ બન્યા હોય એવા કિસ્સા ઓ  દિનપ્રતિદિન ઉજાગર થતાં જોવા મળે છે. આવો જ કિસ્સો ટંકારામાં હાઈલાઈટ્સ થયો હોવાનું જાણવા મળેલ છે. ટંકારા શહેરની લતીપર ચોકડી થી માત્ર 500-700 મીટર દુર લતીપર રોડ ઉપર તાલુકા પંચાયત નજીક જ સરકારી જમીન આવેલી છે. આ જગ્યા ઉપર અગાઉ ગત તા:-10/08/2023ના આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ટંકારાના ટીડીઓના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રની સુરક્ષા કાજે શહીદ થયેલા શહીદ વીર નરબંકાઓની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર શહિદ વન બનાવવાની જાહેરાત કરી અહીંયા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને અહીંયા શહિદ સ્મારક સ્તંભ બનાવાયો હતો. બાદમાં, કેન્દ્ર સરકાર આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ સાથે કળશ યાત્રા વખતે ટંકારાના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડા ની સુરક્ષા કરતા જવાન સૈનિકોની ઉપસ્થિતિમાં શહિદ વનને નુકસાન ન થાય એ માટે વોંકળા ના પાણી થી બચાવવા પુર રક્ષક દિવાલ 15મા નાણાપંચ માંથી ખર્ચ કરી બનાવવામાં આવી હતી. આ રાષ્ટ્રના વીર શહીદોની યાદ જીવંત રાખવા બનાવેલા શહીદ સ્મારક ઉખાડીને શહીદવનનું નિકંદન કાઢી ભૂમાફિયાઓ મલાઈ તારવવા શહિદ સ્મારક નજીકમાં જ કોમર્શિયલ અને રહેણાંક સોસાયટીનું નિર્માણ કાર્ય કરી રહ્યા ના આક્ષેપો ઉઠ્યા છે. જો, હકીકત સાબિત થાય તો દેશના સુરક્ષા કરતા બલિદાન આપતા શહીદ વીરો ના સ્મારક સલામત ન હોય તો આથી વિશેષ શરમજનક બાબત કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

ટંકારાના રમેશ ભાઈ ભવાનભાઈ ભુંભરીયા નામના જાગૃત યુવાન જિલ્લા પોલીસ વડા અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહિતનાઓ ને લેખિત ફરીયાદ પત્ર કરી જેમાં ટંકારાના આ શહીદ સ્મારક અને શહીદ વન બચાવવા અને ભૂ માફિયાઓ સામે સખ્તાઈથી અને દાખલારૂપ પગલા લેવા માંગણી કરી હતી. તેઓ દાવો કર્યો કે, શહીદ સ્મારક સ્થળ નજીક મસમોટા આર્થિક ઉપાર્જન માટે સોસાયટી નિર્માણ કરી રહ્યા છે. ચાલાક અને ચતુરાઈપૂર્વક હેતુ પાર પાડવા સ્મારક સ્થળ નજીક બાંધકામ ની મંજૂરી લઈ તંત્રને પણ મૂર્ખ બનાવી અથવા અંધારામાં રાખી સરકારી જમીનમાં પેશકદમી કરી પગપેસારો કરી બાંધકામ કરી રહ્યા ના સણસણતા આક્ષેપ કરી તટસ્થ તપાસ કરવા માંગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ પાંચ વર્ષ અગાઉ તા. 15/08/2019ના રાજ્યપાલને પત્ર પાઠવી મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા નદી વોંકળાની વચ્ચે વસેલુ હોય નદી વોંકળાના ઝાળી ઝાંખરા દુર નહીં થાય તો દયાનંદજીનું જન્મ ગ્રામ જળસમાધી લેવાની દહેશત વ્યકત કરતો પત્ર પાઠવતા રાજ્યપાલે તા. 13/09/2019થી કલેકટર ને કાર્યવાહી કરવા સુચના આપી હતી અને વોંકળા સહિતના સ્થળે થી જળપ્રવાહ વહે એવી કાર્યવાહી કરી હતી. પરંતુ હાલ વોંકળા કાંઠે જ ફરી આખી સોસાયટી નિર્માણ થવાની ઘટના પ્રકાશમા આવતા હેમંત ચાવડા એ પણ કામગીરી બાદ દરકાર ન લેવાતી હોવાનો વસવસો વ્યકત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW