HomeGujaratમોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાડી પડાવનાર અને 36 કોરા ચેક લખાવી...

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાડી પડાવનાર અને 36 કોરા ચેક લખાવી લેનાર તેર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ

મોરબીના નાની વાવડી ગામે રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતા જયેશભાઇ કરશનભાઈ રાજપરાને ધંધાના કામે રૂપિયાની જરૂરત પડી હતી. જેના લીધે જયેશભાઈએ આરોપીઓ રાજુભાઇ આહીર, ભગીરથભાઇ હુંબલ, સુમનભાઇ રાઠોડ, અરવીંદસિંહ ઝાલા, જયદીપભાઇ પટેલ, ધારાભાઇ રબારી, રણજીતભાઇ આહીર, સંજયભાઇ આહીર, ગોપાલભાઇ રાઠોડ, સતિષભાઇ ભોરણીયા, રાજુભાઇ ઘાચી, અકીબભાઇ મીર અને જયદીપભાઇ સવાભાઇ ડાંગર પાસેથી અલગ-અલગ સમયે રૂપીયા લીધા હતા. જે બાદ ફરીયાદી પાસેથી ટીંબડી પાટીયા નજીકથી GJ-03-ER-7166 નંબરની સ્વીફ્ટ ડીઝાઇર ફોરવ્હીલ આરોપી રાજુભાઈ આહિરે બળજબરીથી પડાવી લીધી હતી. તેમજ ફરિયાદીને તમામ આરોપીઓએ કુલ રૂ.- 25,30,000 ઉંચા વ્યાજે આપી બળજબરીથી કુલ કોરા ચેક-36 લખાવી લીધા હતા. ફરીયાદીએ મુડી તથા વ્યાજના રૂપિયા આપી દીધેલ હોય તેમ છતાં તમામ આરોપીઓએ વ્યાજની બળજબરીથી ઉઘરાણી કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW