HomeGujaratમોરબીની યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રો ની લાલચ આપી છેતરપિંડી કરનાર 12...

મોરબીની યદુનંદન ગૌશાળાના નામે બમ્પર ડ્રો ની લાલચ આપી છેતરપિંડી કરનાર 12 વિરુદ્ધ ગુનો દાખલ

મોરબીના લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌશાળા સામે રહેતા વિમલભાઈ જયસુખભાઇ ત્રિવેદીએ આરોપી એક મોબાઇલ ફોન ધારક તથા 12 યુપીઆઇના ધારકો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોબાઇલ નંબર તથા યુ.પી.આઇ આઇ.ડીના ધારક આરોપીઓએ મોરબીની યદુનંદન ગૌશાળા સમીતી બમ્પર ડ્રોની જાહેરાત કરતું પેઝ અલગ-અલગ નંબરોથી ફેસબુકમાં અપલોડ કરી ઠગાઇ કરવાના ઇરાદે અલગ-અલગ યુ.પી.આઇ મારફતે કુલ રૂ. 9,295 ફરીયાદી તથા સાહેદો પાસેથી મેળવી ઠગાઇ કરી ફરીયાદી તથા સાહેદોને તેઓના નામની ખોટી ટિકિટો વોટસએપ ઉપર મોકલી ખોટા રેકર્ડનો ખરા તરીકે ઇલેક્ટ્રીક રેકોર્ટનો ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદો સાથે ઇનામી ડ્રો ની લાલચ આપી છેતરપિંડી કરી મોરબી યદુનંદન ગૌશાળા સમીતીની પ્રતીષ્ઠાને હાની પહોચે તેવુ ક્રૃત્ય કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW