પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહા કુંભમાં અગાઉ ગેસ સીલીન્ડરમાં ધડાકાની ઘટના બની હતી જેમાં સદ નસીબે કોઈ જાન હાની થઇ ન હતી જોકે અન્ય એક દુર્ઘટનાએ અનેક પરિવારને દુઃખમાં ગરકાવ કરી દીધો છે તો કરોડો લોકો મેળામાં પહોચ્યા છે તેમના પરિવાર જનો ચિંતા ગરકાવ કરી દીધા છે
મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માતના 17 કલાક પછી સરકારે 30 લોકોના મોતની પુષ્ટિ કરી. સાંજે 6.30 વાગ્યે, મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ 3 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી.

ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ કહ્યું- ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા. 60 લોકો ઘાયલ થયા છે. 25 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલા લોકોમાં મહત્તમ 19 ઉત્તર પ્રદેશના, 4 કર્ણાટકના અને 1-1 ગુજરાત અને આસામના હતા. તેમણે કહ્યું કે, ઘાટ પર કેટલાક બેરિકેડ તૂટી ગયા હતા, જેના કારણે લોકો જમીન પર સૂતેલા કેટલાક ભક્તો પર ચઢી ગયા હતા. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. 29 જાન્યુઆરીએ સરકારે કડક સૂચના આપી હતી કે કોઈ VIP પ્રોટોકોલ રહેશે નહીં. મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે, મહાકુંભમાં આવેલા ભક્તોને પાછા મોકલવાનું કામ ચાલી રહ્યું છે.

મંગળવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. તે સમયે લોકો મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે સંગમ કિનારે રાહ જોઈ રહ્યા હતા. અગાઉ, 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. પછી 8-10 એમ્બ્યુલન્સમાં મેળામાંથી કેટલાક વધુ મૃતદેહો લાવવામાં આવ્યા. આ સહિત લગભગ 20 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. તેઓ તેમને પણ સાથે લઈ ગયા છે
મહાકુંભ ભાગદોડ પર સીએમ યોગીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાથી તેઓ અત્યંત વ્યાકુળ છે લગભગ 30 લોકોના મોત થયા છે. મારી સંવેદનાઓ બધા મૃતકોના પરિવારો સાથે છે. તેમણે મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. તેમજ ન્યાયિક તપાસનો આદેશ આપ્યો.