મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ આરકો ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા અને સિરામિકના લેબર ક્વાટર્સમાં રહેતા કમલસીંગ કરવાછાની 06 વર્ષીય બાળકી કાર્તીકા ગઈકાલના રોજ કારખાના લેબર ક્વાટર્સમાં આવેલ પાણીની કુંડીમા ડુબી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

