Tuesday, December 9, 2025
HomeGujaratમોરબી મનપા કચેરી ખાતે પ્રજા સતાક પર્વની ઉજવણી કરાઈ,શહેરના વિકાસ માટેના એક...

મોરબી મનપા કચેરી ખાતે પ્રજા સતાક પર્વની ઉજવણી કરાઈ,શહેરના વિકાસ માટેના એક વર્ષનો રોડ મેપ તૈયાર કરાયો કમિશ્નરનો દાવો

આજે દેશભરમાં 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયતથી લઈ દિલ્હી સુધી ઠેર ઠેર દેશવાસીઓ દ્વારા આ પર્વની હર્ષોલા સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા કચેરીઓ મહાનગરપાલિકા કચેરી સહિતની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા મહા પાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી બાદમાં તેઓ દ્વારા શહેરીજનોને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ મોરબી શહેરના ઇતિહાસ અને વર્તમાન બાબતોની ચર્ચા કરી હતી તેમજ મહાનગરપાલિકા બન્યા બાદ હવે ભવિષ્યના મોરબી ની પણ રૂપરેખા રજૂ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે ઝડપથી વિકાસ કામગીરી કરવાની છે અને તેના માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે અને તે બાબતે તે સરકાર પાસે દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે વહેલી તકે મહાપાલિકામાં સ્ટાફની ભરતી થાય તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી એક વર્ષ દરમિયાન કરવાના થતા કામગીરીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રોડને મુજબ શહેરની માળખાકીય સુવિધાઓ પૂરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે મોરબી શહેરમાં એટલી ઝડપથી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે કે અગાઉની મહાપાલીકા જે 50 વર્ષમાં સુવિધા મેળવી શકી નથી તે સુવિધા આગામી 10 વર્ષ સુધીમાં મળી રહે કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે મોરબી શહેરનું ઝડપી અને લાંબા ગાળાનો વિકાસ કરવામાં આવશે આ ડોર ટુર કચરા કલેક્શનની કામગીરી અને આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે લોક તેઓએ લોકોને પણ શહેરની સફાઈ માટે પૂરતો સહયોગ આપવામાં આવે તેવી પણ અપીલ કરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page