Monday, February 17, 2025
HomeGujaratમાણેકવાડા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

માણેકવાડા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

મોરબી તાલુકાના માણેકવાડા ગામમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારતમાતા પૂજન સાથે કરવામાં આવી. હિતેષભાઇ ગોપાણી દ્વારા નાગરિક કર્તવ્ય અંગે વક્તવ્ય આપવામાં આપ્યું હતું. આ પર્વમાં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ શીલ્ડ અને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ 1 થી 8 માં વાર્ષિક હાજરીમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ CET માં ઉતીર્ણ વિધાર્થીઓને તેમજ શાળાની પૂર્વ વિધાર્થીની સોનલ કમલેશભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન થયું હતું. સાથે પ્રમાણપત્રથી દીકરીને સન્માનિત કરવામાં આવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ દરેક વિધાર્થીઓને શીલ્ડ, શૈક્ષિણક સામગ્રીના દાતાશ્રી રતિભાઈ દેત્રોજા, પૂર્વ ઉપ
સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, રતિભાઈ દેત્રોજા, કિશનભાઇ દેત્રોજા, ડાયાભાઈ ચૌહાણ ,ગ્રામજનો, વાલી ગણ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમના અંતે માનસંગભાઈ ઊચાણા દ્વારા તમામ બાળકોને ગરમા ગરમ અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશભાઈ સાણંદિયા, રવિભાઈ રામાવત, હિતેષભાઇ ગોપાણી, હંસાબેન ગામી, મનીષાબેન વિરમગામા, રસીલાબેન નંદાસણા દ્વારા સુંદર જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવિભાઈ રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW