મોરબીમાં આવતીકાલના રોજ મેન્ટેનન્સની કામગીરીને પગલે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડરમાં સવારે 08:30 થી સાંજના 04:30 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.
જેમાં વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.1,2,3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલ ની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, જયદીપ પાઉભાજી આજુબાજુનો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.
તેમજ મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતીકાલના રોજ નીચેના વિસ્તારોમાં સવારે 10:00 થી બપોરે 03:30 વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
(1) ચિત્રકૂટ ફીડર:- જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો માં પુરવઠો બંધ રહેશે.