મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે માળીયાના વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં શખ્સો દ્વારા ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા હોય જેથી આ અંગે રેઇડ કરી સાજન સરીફખાન પઠાણ (ઉ.વ.21) રહે. હાલ પરંપરા હોટલ વિર વિદરકા ગામ તા.માળીયા(મિ) જી.મોરબી મુળ રહે. યુપીવાળાને પોલીસે પકડી લીધો હતો. તે સ્થળેથી ગેસ ભરેલ ટેન્કર, 12 સિલેન્ડર બાટલા, બોલેરો કાર, 8 ખાલી સિલેન્ડર, મોબાઈલ ફોન સહીત કુલ રૂ.- 56,40,106નો મળેલ મુદામાલ પોલીસે પકડી પાડી અન્ય ત્રણ ઈસમો મળી કુલ ચાર આરોપીઓ ટેન્કર નં. GJ-12-AU-6771 નો ચાલક, મહીંદ્રા બોલેરો પીક અપ ગાડી નં.-GJ-16-Z-3230 નો ચાલક, તથા બોલેરો ગાડી રજીસ્ટર નં:- GJ-16-Z-3230 ના ચાલક સાથેનો બીજો એક શખ્સ વિરુધ્ધ માળીયા પોલીસે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.