પ્રથમ બનાવમાં મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ એકોર્ડ સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા રિશી અંશલેન સિંગાડીયા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા કરવામાં આવ્યો હતો આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ ને જાણ થતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં મોરબીના લાલપર ગામે રહેતા જયેશભાઈ આસારામભાઈ મોરી નામના વેપારી યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.