હળવદના ટીકર ગામમાં રહેતા 22 વર્ષીય યુવાન સંજય ઉર્ફે વિપુલ બાબુભાઈ વલીયાણીનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. ટીકર ગામથી મયુરનગર તરફ જતા રસ્તા પર આવેલી નર્મદાની કેનાલમાં અકસ્માતે પડી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં મૃતકના મૃતદેહને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના સંબંધી ચંદુભાઈ અમરશીભાઈ વલિયાણી (46)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી હતી. પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.