મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીની મધુવન સોસાયટી રહેતા આરોપી રાજદિપસિંહ દવેરાએ પોતાના આર્થિક લાભ માટે વિદેશી દારૂ કારમાં રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેઇડ કરતા મધુવન સોસાયટી શિવ શક્તિ લખેલ મકાનની સામે GJ-01-RC-8732 નંબરની કારમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ કુલ-108 ઈંગ્લીશ દારૂની બોટલ કિં રૂ.- 75,186 તથા સ્વીફ્ટ કાર સહીત કુલ કિં રૂ.- 3,75,186નો મળેલ મુદ્દામાલ પોલીસે પકડી લીધો હતો. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.