મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે મોરબીના બેલા ગામની સીમમાં રેડ કરી હતી. જ્યાં આરોપી કલ્પેશ ડાયાભાઈ કારવડીયા નામના શખ્સના રાધે પ્લાસ્ટિક કારખાનાની ઓફિસમાં તીન પત્તીનો જુગાર રમતા કલ્પેશભાઈ ડાયાભાઈ કારવડીયા, જીતેન્દ્રભાઈ અંબારામભાઈ ફેફર, સંજયભાઈ રામજીભાઈ કાસુન્દ્ર, મનસુખભાઈ ત્રિભુવનભાઈ દેત્રોજા, અમિત અને ગોપાલભાઈ વાલજીભાઈ પરમાર નામના છ શખ્સોને કુલ રૂપિયા 6,19,000ના મળેલ મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. મોરબી તાલુકા પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.