મહાકુંભમાં આવેલ ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આગની ચપેટમાં અનેક ટેન્ટ આવ્યાની માહિતી છે. આગે અનેક ટેન્ટને પોતાની ચપેટમાં લીધા છે, જેના કારણે એમાં રાખેલાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ રહ્યાં છે. 20થી 25 ટેન્ટ સળગ્યા છે.
આ આગ અખાડાની આગળના રસ્તા પર લોખંડના પુલ નીચે લાગી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ભારે પવનને કારણે આગ ફેલાયો હોવાનો ભય છે; હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મહાકુંભ મેળાના સેક્ટર 19માં લાગેલી આગ સેક્ટર 20 સુધી પહોંચી ગઈ છે. આકાશમાં ધુમાડો જોઈને અરાજકતા ફેલાઈ ગઈ. અત્યાર સુધીમાં પચાસથી વધુ કેમ્પ પ્રભાવિત થયા છે. આગ ઝડપથી સેક્ટર 20 તરફ ફેલાઈ રહી છે.
ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પને પણ અસર થઈ છે. આગ હજુ સુધી કાબુમાં આવી નથી. આગ હજુ પણ સતત ભડકી રહી છે. ઘટનાસ્થળે એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પહોંચી ગયા છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. બધા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.