રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક GJ-36-T-5310 નંબરના આઇસરનો ચાલક તેનું આઈસર પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી GJ-10-TX-6850 નંબરની બોલેરો કારને પાછળથી ટક્કર મારતા બોલેરો ગાડીમાં ચડી રહેલા ફરિયાદી આદિલ ભુપતભાઇ બાબરીયા રહે.રાજકોટ અને દિલીપભાઈ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ મામલે આદીલભાઈએ ટંકારા પોલીસ મથકમાં તે આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

