HomeGujaratવાંકાનેરના પાંચ દ્વારકા ગામ નજીક બોલેરો કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બેને...

વાંકાનેરના પાંચ દ્વારકા ગામ નજીક બોલેરો કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બેને ઇજા

ટંકારામાં રહેતા મહેશભાઇ ગોરધનભાઇ પારઘીએ તેનું GJ-03-EJ-7847 નંબરનું બાઈક લઇ વાંકાનેર પાંચદ્રારકા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હોય તે દરમિયાન કોઈ અજાણ્યો ફોરવ્હીલ બોલેરો/યુટીલીટીનો કાર ચાલક વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મહેશભાઈના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના અંગે મહેશભાઈને જમણા પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ તેમજ સાહેદને જમણા પગના તળીયે ઇજા પહોંચાડી બન્નેને શરીરે ઇજાઓ પહોચાડી હતી. આ મામલે મહેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW