HomeGujaratઈન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી દ્વારા બહેનો માટે વિસરાતી જતી રમતોનો રમતોત્સવનું આયોજન...

ઈન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી દ્વારા બહેનો માટે વિસરાતી જતી રમતોનો રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું

મોરબી : ઈન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી દ્વારા ઓપન મોરબી બહેનો માટે નિઃશુલ્ક વિસરાતી જતી રમતોનો એક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, લંગડી દોડ, સંગીત ખુરશી અને બેલેન્સ દોડ જેવી રમતો રમાડવામાં આવશે અને દરેક વિજેતા બહેનોને ઇન્ડિયન લાયોનેસ ક્લબ તરફથી ઇનામ પણ આપવામાં આવશે. જેમાં 18 વર્ષથી ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે. જે માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. દરેક બહેન વધુમાં વધુ ત્રણ રમતમાં ભાગ લઈ શકશે. આ રમતોત્સવ 12 જાન્યુઆરી ને રવિવાર સવારે 9 વાગ્યેથી નિલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે.

આ તકે કલબના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા નેશનલ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ દ્વારા મોરબીના સર્વે બહેનોને આ વિસરાતી જતી રમતો રમવાનો લહાવો લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW