હળવદના માથક ગામે સુંદરીભવાની ગામ જવાના રોડ ઉપર આરોપી મયુરસિંહ અખુભા ઝાલા અને સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા નામના શખ્સો GJ-13-AW-6968 નંબરની બોલેરો કારમાંથી 1200 લીટર દેશી દારૂની હેરાફેરી કરતા હોય જે મળેલ બાતમીના આધારે પોલીસે ત્યાંથી આરોપીને પકડાયા હતા. દેશી દારૂ અને બોલેરો કાર સહીત કુલ રૂ.- 7,40,000નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ આ મામલે બે શખ્સોની પૂછપરછ કરતા અન્ય ઘનશ્યામભાઇ શંકરભાઇ કોળી, વાલજીભાઇ ઉર્ફે વાલો સામજીભાઇ કોળી અને દારૂ મંગાવનાર અજયભાઇ ઉર્ફે ભુરો સામજીભાઇ કોળીનું નામ સામે આવ્યું હતું. આ મામલે હળવદ પોલીસે તે તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

