Friday, April 18, 2025
HomeCrimeહળવદના માથકમાંથી પોલીસે બોલેરોમાંથી 1200 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને...

હળવદના માથકમાંથી પોલીસે બોલેરોમાંથી 1200 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને દબોચી લીધા

હળવદના માથકથી સુંદરી ભવાની જવાના રોડ પર પોલીસ ચેકીગ કરી રહી હતી તે દરમિયાન એક બોલેરો પીક અપ વાહનમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે વોચ ગોઠવી હતી અને જીજે ૧૩ એ ડબ્લ્યુ ૬૯૬૮ નમ્બરના બોલેરો પીક અપને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકની અલગ અલગ બોરીઓમાં દારૂ લઇ જવામાં આવતો હોવાથી પોલીસે કાર ચાલક અને તેની અટકાયત કરી પૂછ પરછ કરતા એક નું નામ મયુર સિંહ અખુભા ઝાલા અને તે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામનો વતની હોવાનું જયારે તેની સાથેનો એક બીજો શખ્સ સંજય હસમુખ દેકાવડીયા અને સુરેન્દ્રનગર જીલ્લાના મૂડી તાલુકાના જોકડા ગામનો વતની હોવાનું જણાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી બન્ને ની વધુ પૂછ પરછ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ઘનશ્યામ શંકર કોળી,હસમુખ મધુભાઈ દેકાવડિયા મોરબીના ઇન્દિરાનગરના વાલજી ઉર્ફે વાલો શામજી કોળી અને ત્રાજપરના અને અજય ઉફે ભૂરો શામજી કોળીનું નામ સામે આવતા પોલીસે તમમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,133FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW