કચ્છના સામખીયારી ગામે પાર્શ્વનાથ રેસીડન્ટમાં રહેતા ગોમતીબેન રણજીતભાઇ વાળા ઉવ.45 વાળાને પ્રેગ્નેન્સીમાં જે અંગે ગઇકાલના રોજ ગોમતીબેન અમદાવાદ સારવારમાંથી પરત સામખીયારી જતા હોય ત્યારે માળીયાના સુરજબારી પુલ પાસે પહોચતા કોઇ કારણોસર તેમને શ્વાસ લેવામા તફલીક થતા ગોમતીબેનની તાત્કાલિક સારવાર માટે સામખીયારી હોસ્પિટલ બાદ ત્યાથી વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ત્યાંથી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં સારવાર દરમિયાન ગોમતીબેનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા(મી) પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

