HomeGujaratમોરબીમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

મોરબીમાં 16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો

મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે મોરબી બી-ડીવીઝન પોલીસે સગીરાની માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી શહેરમાં આગાઉ વિસી ફાટક નજીકના વિસ્તારમાં રહેતા અને હાલ સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને સાહિલ ઇલ્યાસભાઈ કટિયા નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં  લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાદ સગીરાનો પરિવાર સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો. છતાં પણ સાહિલે સગીરાને સંબંધ રાખવા દબાણ કર્યું હતું અને પરિવારને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW