હળવદ તાલુકાના રણમલપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ખેડૂત પિતા પુત્ર તેનું બાઈક લઇને વાડીએ જતા હતા. તે સમયે કેનાલ પાસે કોઈ કારણસર બાઈક બેકાબુ બની ગયું હતું અને પાણીથી ભરેલ કેનાલમાં પડ્યું હતું. પાણીના ઘસમસતા પ્રવાહમાં બન્ને પિતા પુત્ર તણાવા લાગ્યા હતા. જે બનાવ અંગેની જાણ આસપાસના અન્ય લોકોને થતા તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયા સ્થળ પર પહોચ્યા હતા.
જે બાદ પિતા પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પિતાનું નામ ધીરુભાઈ હરજીભાઈ ઉમર વર્ષ 55 જયારે પુત્રનું નામ વિશાલ ધીરુભાઈ ઉમર વર્ષ 25 હોવાનું સામે આવ્યું છે. જે બાદ ભારે જહેમત બાદ 12 વાગ્યાની આસપાસ પિતા-પુત્રના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા. હાલ બંને મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

