વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા હુસેનભાઈ જલાલભાઈ ખોરજીયા ઉ.73 નામના વૃદ્ધે આરોપી નજરૂદિન ગનીભાઈ બાદી અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ અરણીટીંબા ગામે આવેલ ડેરીએથી દૂધ ભરી પરત આવતા હતા. ત્યારે રસ્તામાં કાળા કલરની ફોર વ્હીલમાં આવેલ બન્ને આરોપીઓએ તેમને રોકી જમીન વેચાણના પૈસા આપવાના છે કે નહીં તેમ કહેતા ફરિયાદી હુસેનભાઈએ પૈસા આપવાની ના પાડતા બન્ને આરોપી ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો આપી હોકી અને પાઇપ વડે માર માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી ગયા હતા. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

