HomeNationalજયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ, 8 લોકોના મુત્યુ અને 35થી...

જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ, 8 લોકોના મુત્યુ અને 35થી વધુ દાઝ્યા

શુક્રવારે સવારે રાજસ્થાનના જયપુરમાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા અને 35 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. ટેન્કરમાંથી બહાર આવ્યા બાદ ગેસ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને અચાનક આગ લાગી હતી. આ સાથે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો.

મળતી માહિતી મુજબ, ટેન્કર સવારના સુમારે અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. સવારે લગભગ 5.44 વાગ્યે, તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ-ટર્ન લઈ રહ્યો હતો. દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી. 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. ઘણા લોકોને બહાર જવાનો મોકો મળ્યો ન હતો. ટેન્કરની પાછળ આવતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીમાં પણ આગ લાગી હતી. આ પછી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ ગેસ ફેલાઈ જવાને કારણે બચાવમાં ઘણી મુશ્કેલી પડી હતી. આ અકસ્માતમાં 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવમાં ઘણી મુશ્કેલી પડી હતી. ગેઇલ ઇન્ડિયા લિમિટેડના ડીજીએમ (ફાયર એન્ડ સેફ્ટી) સુખાંત કુમાર સિંઘે જણાવ્યું હતું કે, ગેઇલની પાઇપલાઇન ઘટના સ્થળથી 100 મીટરના અંતરેથી પસાર થઈ રહી હતી. એલપીજી ભરેલું બીપીસીએલનું ટેન્કર અહીં જઈ રહ્યું હતું. જે લોડેડ કન્ટેનર સાથે અથડાઈ હતી, જેના કારણે એલપીજી પ્રવાહી સ્વરૂપે બહાર આવીને ફેલાઈ ગયું હતું. જેના કારણે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો.

સુશાંત કુમાર સિંહે જણાવ્યું કે, અકસ્માતને કારણે જ્યારે એલપીજી બહાર આવ્યો ત્યારે તેમાં પોતાની જાતે જ આગ લાગી હતી. કારણ કે, જ્યારે તે અથડાઈ ત્યારે સ્પાર્ક થયો હતો. વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, નાયબ મુખ્ય પ્રધાન પ્રેમચંદ બૈરવા અને ઘણા પ્રધાનો અકસ્માત પાછળના કારણો વિશે પૂછપરછ કરવા સ્થળ પર એકઠા થયા હતા.એસએમએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સુશીલ ભાટીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં બે-ત્રણ દર્દીઓ આવ્યા હતા, ત્યારબાદ અચાનક ઘણા દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જેમાંથી 4નાં મોત થઈ ચૂક્યા હતા. અત્યાર સુધીમાં, અમારી પાસે 42 દર્દીઓ છે અને કુલ 8 મૃત્યુ થયા છે.

દાખલ થયેલા દર્દીઓમાં 10 થી 12 દર્દીઓ એવા છે કે જેઓ 60% થી વધુ દાઝી ગયા છે. હાલ 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે.સવારે 6 વાગ્યાની આસપાસ ભાંકરોટા વિસ્તારમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર ફાટ્યું તેની સામે પેટ્રોલ પંપ અને એક તરફ ડીપીએસ સ્કૂલ આવેલ છે. આ બનાવમાં કુલ 8ના મૃત્યુ થયા છે. આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરવા આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW