વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા નામના મહિલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પાડોશમાં રહેતા જોશનાબેન અશોકભાઈ રાઠોડ અને તેની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, થોડા સમય પૂર્વે તેમના સગીર પુત્રને જોશનાબેન ના પુત્ર સાથે પતંગ- દોરા બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી ગત તા.18ના રોજ તેઓ ફરિયાદી તેમની પુત્રી સાથે શાક લઈ ઘેર પરત આવતા હતા. ત્યારે જોશનાબેન અને તેમની પુત્રીએ આંખમાં મરચાની ભુક્કી છાંટી લાકડાના ધોકા વડે માર મારી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ બનાવ અંગે રાજેશ્વરીબેનની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે બન્ને માતા-પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

