ભારતના તમામ મેટ્રો શહેર હોય કે નાના શહેર તમામ સ્થળે ધાર્મિક જગ્યાઓએ,પર્યટન સ્થળ, ટ્રાફિક સિગ્નલ ફૂડ ઝોન વિસ્તારમાં ભીખ માંગનાર નજરે પડે છે કેટલાક કિસ્સામાં તેમને હડધૂત કરી કાઢી મુકાય છે તો કેટલાક કિસ્સામાં લોકો ચિલ્લર આપી પીછો છોડાવવા મથતા હોય છે જોકે દેશના 10 મોટા શહેર આ રીતે જાહેરમાં ભિક્ષા વૃત્તિઓ પર પ્રતિબંધ મુકવાની તૈયારી શરુ કરી દીધી છે મધ્ય પ્રદેશમાં તેની અમલવારી પણ શરુ થઇ ચુકી છે મધ્યપ્રદેશના ઇંદોરને ભિખારી મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ભિખારીઓને ભીખ આપનારની વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવાનું શરૂ કરવામાં આવશે. જિલ્લા કલેકટર આશિષસિંહે કહ્યું હતું કે વહીવટીતંત્રએ ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ અગાઉથી જારી કર્યો છે.ઇન્દોર કલેકટરે કહ્યું કે ભીખ માંગવા વિરુધ્ધ અમારુ જાગૃતતા અભિયાન ડિસેમ્બરના અંત સુધી શહેરોમાં ચાલશે. જો કોઇ વ્યક્તિ ૧ જાન્યુઆરીથી ભીખ આપતો જણાશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે, કલેકટરે લોકોને ભીખ આપીને પાપના ભાગીદાર ન બને. તેવી અપીલ કરી છે.
વહીવટીતંત્રએ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભીખ માંગવા મજબૂર કરનાર તમામ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ભીખ માંગવામાં સામેલ ઘણા લોકોનો પુનર્વાસ કર્યો છે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે દેશના ૧૦ શહેરોને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ઇન્દોરનો પણ સમાવેશ થાય છે. ઇન્દોરને ભિક્ષુક મુક્ત બનાવવા માટે પોલીસ અને વહીવટી તંત્રની ટીમે થોડા સમય પહેલા ૧૪ ભિક્ષુકોને પકડયાં હતાં. આ કાર્યવાહીમાં રાજવાડાના શનિ મંદિરની પાસે એક મહિલા પાસેથી ૭૫ હજાર રૂપિયા કબજે કર્યા હતાં. જે તેણીએ છેલ્લા ૧૦-૧૨ દિવસમાં ભીખ માંગીને ભેગા કર્યા હતાં.
દેશના 10 શહેરમાં હવે ભીખ માગવા પર પ્રતિબંધ, ભીખ આપનાર ને પણ થશે જેલ !
RELATED ARTICLES